2 કરિંથીઓને 8 : 1 (GUV)
વળી, ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા અમે તમને જણાવીએ છીએ કે,
2 કરિંથીઓને 8 : 2 (GUV)
વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ.
2 કરિંથીઓને 8 : 3 (GUV)
કેમ કે હું સાક્ષી પૂરું છું કે, યથાશક્તિ, બલકે શક્તિ ઉપરાંત પણ, તેઓએ પોતાની ખુશીથી [આપ્યું].
2 કરિંથીઓને 8 : 4 (GUV)
તેઓએ [પોતાની] આ [ઉદારતારૂપી] કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરી.
2 કરિંથીઓને 8 : 5 (GUV)
અને તે વળી જેમ અમે આશા રાખી હતી, એમ નહિ, પણ તેઓએ પ્રથમ પ્રભુને, અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા.
2 કરિંથીઓને 8 : 6 (GUV)
માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ [ઉદારતાની] કૃપા પણ સંપૂર્ણ કરે.
2 કરિંથીઓને 8 : 7 (GUV)
પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઝંખનામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં, વધ્યા, તેમ જ આ [ઉદારતાની] કૃપામાં પણ વધો.
2 કરિંથીઓને 8 : 8 (GUV)
હું આજ્ઞાની રૂએ નહિ, પણ બીજાઓની ઝંખનાને ધોરણે તમારા પ્રેમનું પારખું કરવાને આ કહું છું.
2 કરિંથીઓને 8 : 9 (GUV)
કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.
2 કરિંથીઓને 8 : 10 (GUV)
વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી.
2 કરિંથીઓને 8 : 11 (GUV)
પણ હવે એ કામ પૂરું કરો. જેથી જે પ્રમાણે તીવ્ર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ એ પરિપૂર્ણ કરો.
2 કરિંથીઓને 8 : 12 (GUV)
કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.
2 કરિંથીઓને 8 : 13 (GUV)
બીજાઓને આરામ થાય, અને તમને સંકટ થાય એમ નહિ,
2 કરિંથીઓને 8 : 14 (GUV)
પણ એ સમાનતાને ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે, તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય.
2 કરિંથીઓને 8 : 15 (GUV)
જેમ લખેલું છે તેમ, “જેની પાસે ઘણું હતું તેને વધી પડયું નહિ. અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડયું નહિ.”
2 કરિંથીઓને 8 : 16 (GUV)
પણ ઈશ્વરની સ્તુતિ થાઓ કે, જેમણે તિતસના હ્રદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્‍ન કરી.
2 કરિંથીઓને 8 : 17 (GUV)
કેમ કે તેણે અલબત અમારી વિનંતી માની; પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો.
2 કરિંથીઓને 8 : 18 (GUV)
વળી અમે તેની સાથે એક ભાઈને પણ મોકલ્યો છે, સુવાર્તા વિષે એની કીર્તિ સર્વ મંડળીઓમાં છે,
2 કરિંથીઓને 8 : 19 (GUV)
એટલું જ નહિ, પણ તે [ભાઈ] ની નિમણૂક મંડળીઓએ કરી છે, જેથી આ [ઉદારતાની] કૃપા [ના સંબંધમાં], જેના અમારી ઉત્કંઠા [દર્શાવવાને] પ્રભુના મહિમાને અર્થે અમે સેવકો છીએ, તેના સંબંધમાં તે અમારી સાથે ફરે.
2 કરિંથીઓને 8 : 20 (GUV)
આ દાનનો અમે વહીવટ કરીએ છીએ, તે વિષે કોઈ અમારા પર દોષ ન મૂકે, તે બાબત અમે સંભાળ રાખીએ છીએ.
2 કરિંથીઓને 8 : 21 (GUV)
માત્ર પ્રભુની જ નજરમાં નહિ, પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે, તે વિષે કાળજી રાખીએ છીએ.
2 કરિંથીઓને 8 : 22 (GUV)
તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, ઘણી બાબતોમાં ઘણી વાર અમે એની કસોટી કરી છે, અને તે અમને ઉદ્યોગી માલૂમ પડયો છે, પણ તમારા પર [તેનો] ઘણો વિશ્વાસ હોવાથી તે હમણાં વધારે ઉદ્યોગી માલૂમ પડયો છે.
2 કરિંથીઓને 8 : 23 (GUV)
વળી તિતસ વિષે [કોઈ પૂછે તો] તે તો મારો સોબતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે; અને અમારા ભાઈઓ વિષે [કોઈ પૂછે તો] તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે.
2 કરિંથીઓને 8 : 24 (GUV)
એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: